રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ આર. કે. અગ્રવાલે આજે જણાવ્યું હતું કે ૨૦૧૯ના ગ્રાહક સુરક્ષા કાયદાએ બજારની નવી પરિસ્થિતિમાં ગ્રાહકોનાં હિતોનું રક્ષણ થઈ શકે તે માટે અનેક જોગવાઈઓ કરી છે અને ગ્રાહકોએ તેમની ફરિયાદોના ઉકેલ માટેની આ વ્યવસ્થાનો લાભ લેવો જોઈએ.
અમદાવાદમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનીયર્સ એન્ડ આર્કિટેક્ટસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા 'ગ્રાહક સુરક્ષા ધારો અને ગ્રાહકોના અધિકારો' વિશેના પરિસંવાદમાં બોલતાં ન્યાયમૂર્તિશ્રી અગ્રવાલે ઇકોમર્સના જમાનામાં ગ્રાહકો જાગૃત થાય એ જરૂરી છે એમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા અને રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચો વધુ કાર્યક્ષમતાથી કામ કરે અને રાજ્ય સરકારો તેમને જરૂરી સવલતો પૂરી પાડે તે પણ ઘણું જ આવશ્યક છે.
ન્યાયમૂર્તિશ્રી અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરખબરો સામે પણ હવે ગ્રાહક પંચો નવા કાયદા હેઠળ ચુકાદા આપી શકે છે અને એ રીતે ગ્રાહકોના હિતોનું રક્ષણ થઈ શકે છે.
આ પ્રસંગે ગુજરાત પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી વી. પી. પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાત પંચ કાર્યક્ષમતાથી કામ કરવાનો અને ગ્રાહકોના કેસોનું નિવારણ કરવામાં ઝડપ વધે તેનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નવા કાયદામાં પંચને દીવાની અને ફોજદારી સત્તાઓ પ્રાપ્ત થઈ છે અને તેથી કંપનીઓ કે ઉત્પાદકો અને વેપારીઓ માટે તે ચેતવણીરૂપ બને છે.
આ કાર્યક્રમમાં ન્યાયમૂર્તિઓ, વકીલો, વિદ્યાર્થીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સહિત આશરે ૨૦૦ જણાએ હાજરી આપી હતી. કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલના પ્રમુખ અપૂર્વ દવે અને ખજાનચી દર્શિત ઠાકોર તથા ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ વત્સલ પટેલ અને સ્થાપક નવનીત ઠાકરશીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમંતકુમાર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
- હેમંતકુમાર શાહ
મંત્રી,
કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ.