એર ઈન્ડિયાએ અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી વિમાન દુર્ઘટના (ફ્લાઈટ AI-171) અંગે વળતરની પ્રક્રિયા સાથે જોડાયેલા આરોપોને સખત રીતે નકારી દીધા છે. યુકે સ્થિત કાયદાકીય પેઢી સ્ટીવર્ટ્સે એર ઈન્ડિયા પર આરોપ લગાવ્યો હતો કે, તેમના દ્વારા મોકલવામાં આવેલી પ્રશ્નાવલી પીડિત પરિવારો પર નાણાકીય વિગતો જાહેર કરવા માટે અયોગ્ય દબાણ બનાવે છે. આ આરોપોને નિરાધાર ગણાવતા, એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમની પ્રશ્નાવલીનો હેતુ ફક્ત પારિવારિક સંબંધોની પુષ્ટિ કરવાનો છે, જેથી વળતરની રકમ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે.
એર ઈન્ડિયાની સ્પષ્ટતા
એર ઈન્ડિયાએઅનુસાર, વળતરની પ્રક્રિયા એક ઔપચારિક અને કાયદાકીય પ્રક્રિયા છે, જેનું પાલન કરવું જરૂરી છે. તેમનું કહેવું છે કે, “અમે પીડિત પરિવારોને દરેક શક્ય મદદ પૂરી પાડવા પ્રતિબદ્ધ છીએ. પ્રશ્નાવલી ઈમેલ અથવા વ્યક્તિગત રૂપે સબમિટ કરી શકાય છે, અને કોઈ પણ પરિવારની જાણ વગર મુલાકાત લેવામાં નથી આવતી.” એરલાઈન્સે વધુમાં જણાવ્યું કે, પીડિત પરિવારોની સહાય માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જે અંતિમ સંસ્કાર, આવાસ, અને અન્ય જરૂરી વ્યવસ્થાઓમાં મદદ કરી રહી છે. અત્યાર સુધીમાં 47 પરિવારોને એડવાન્સ ચુકવણી કરવામાં આવી છે,
જ્યારે 55 પરિવારોની વળતર પ્રક્રિયા ચાલુ છે.