અનેક રોકાણકારો સાથે છેતરપિંડી આચરવા બદલ નકલી ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ સામેના કેસમાં એન્ટી મની લોન્ડરિંગ કાયદા હેઠળ ઇડીએ સ્પેનમાં એક યાટ, એક હોડી, બે મકાનો અને અન્ય સંપત્તિ ટાંચમાં લીધી છે જેનું કૂલ મૂલ્ય ૧૩૧ કરોડ રૂપિયાનું વધુ આંકવામાં આવ્યું છે.
આ પ્લેટફોર્મનું નામ ઓક્ટાએફએક્સ છે. ફેડરલ તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલી આ સંપત્તિઓ પવેલ પ્રોઝોરોવની છે. જે ઓક્ટાએફએક્સ પાછળનો માસ્ટરમાઇન્ડ છે.