ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયની યોજાયેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. મંત્રાલયે 1.05 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. 'ઓપરેશન સિંદૂર' બાદ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની પહેલી બેઠક યોજાઈ છે, જેમાં આ નિર્ણય લેવાયો છે. પ્રોજેક્ટમાં ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, આર્મર્ડ રિકવરી વ્હીકલ્સ અને ટ્રાઈ-સર્વિસિઝ માટે ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ સામેલ છે.