૧૨મી જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે પણ લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેઓના પરિવારજનો હવે એર ઇન્ડિયા અને વિમાન બનાવતી વિદેશી કંપની બોઇંગ સામે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. પીડિત પરિવારો લંડન અને અમેરિકાની લો ફર્મના સંપર્કમાં છે. જેથી ગમે ત્યારે કેસ દાખલ થઇ શકે છે.