જૂનમાં કુલ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૬.૨ ટકા વધી ૧.૮૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જો કે છેલ્લા બે મહિનામાં નોંધવામાં આવેલા બે લાખ કરોડ રૂપિયાના કલેક્શન કરતા જૂનમાં જીએસટી કલેક્શન ઓછું રહ્યું છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર એક વર્ષ અગાઉ જૂનમાં કુલ જીએસટી કલેક્શન ૧,૭૩,૮૧૩ કરોડ રૂપિયા રહ્યું હતું. જેની સરખામણીમાં ચાલુ વર્ષે જૂનમાં જીએસટી કલેક્શન ૬.૨ ટકા વધુ નોંધવામાં આવ્યું છે.
મે, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૨.૦૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે એપ્રિલ, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૨.૩૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું જે અત્યાર સુધીનું સૌૈથી વધારે છે.