Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના કાળને લઇને આઇસીસી દ્વારા બે મોટી ટૂર્નામેન્ટો રદ્દ થઇ ગઇ છે, જેને લઇને હવે ભારત માટે આઇપીએલના દ્વાર ખુલી ગયા છે. આ વાતને લઇને હવે પાકિસ્તાની ક્રિકેટરે ભારત પર ગુસ્સો ઠાલવ્યો છે.

પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ગુસ્સો કાઢતા કહ્યું કે, ભારતે પોતાની તાકાતથી વર્લ્ડકપ અને એશિયા કપ રદ્દ કરાવ્યા છે, બીસીસીઆઇને માત્ર આઇપીએલની જ ચિંતા છે, દુનિયાની નહીં. ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડકપ રદ્દ થવાથી ભારત આગામી સપ્ટેમ્બરના અંત કે નવેમ્બરમાં આઇપીએલનુ આયોજન કરી શકે છે, જ્યારે આઇસીસીએ પહેલાથી જ એશિયા કપ રદ્દ કરી દીધો છે.

અખ્તરનુ માનવુ છે કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળી શકતી હતી, એશિયા કપ જરૂર રમાવવો જોઇતો હતો. આ ટૂર્નામેન્ટ રદ્દ થવાના કેટલાય કારણો હોઇ શકે છે પણ હુ આમા નથી પડતો. એશિયા કપ રદ્દ થવા મામલે અખ્તર સીધે સીધુ બીસીસીઆઇને જવાબદાર ગણી રહ્યો છે.

અખ્તરનું કહેવુ છે કે વર્લ્ડકપ પણ યોજાઇ શકતો હતો, પરંતુ બીસીસીઆઇએ તેનુ આયોજન ના થવુ દીધુ, આઇપીએલનુ કોઇ નુકશાન ના થવુ જોઇએ, બાકી દુનિયાની કોઇ પરવા નથી.

નોંધનીય છે કે આ વખત એશિયા કપની મેજબાનીનો અધિકારી પાકિસ્તાન પાસે હતો, અને સપ્ટેમ્બરમાં એશિયા કપ રમાવવાનો હતો. પરંતુ કોરોનાને લઇને તેને રદ્દ કરી દેવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ