Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર ચીનના એક શહેરમાં રવિવારે બ્યૂબાનિક પ્લેગનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંના સરકારી મીડિયાએ આ જાણકારી આપી છે. સરકારી પીપુલ્સ ડેલી ઓનલાઈનના અહેવાલ અનુસાર, આંતરિક મંગોલિયાઈ સ્વાયત્ત વિસ્તાર, બયન્નુરે પ્લેગને રોકવા અને નિયંત્રણ માટે ત્રીજા સ્તરનું એલર્ટ આપ્યું છે.

બ્યૂબાનિક પ્લેગનો શંકાસ્પદ કેસ બયન્નુરની એક હોસ્પિટલમાં શનિવારે સામે આવ્યો. લોકલ હેલ્થ ઓથોરિટીએ જાહેરાત કરી કે ચેતવણી 2020ના અંત સુધી રહેશે. ઓથોરિટીએ કહ્યું કે, ‘હાલમાં આ શહેરમાં માનવ પ્લેગ મહામારી ફેલાવવાનું જોખમ છે. લોકોએ આત્મરક્ષણ માટે જાગેરૂકતા અને ક્ષમતા વધારવી જોઈએ અને અસામાન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓ વિશે તાત્કાલીક જાણકારી આપવી જોઈએ.’

Unlock 3.0

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.