અમેરિકા-ભારત વચ્ચે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ભારત દ્વારા ક્રૂડ ઓઇલ આયાત-નિકાસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ડેટા મુજબ, ફેબ્રુઆરી બાદ ભારત દ્વારા ક્રૂડ ઓઇલની આયાત-નિકાસમાં ઘટાડો થયો છે. આંકડા મુજબ ઓઇલનો વેપાર વાર્ષિક ચાર ટકા ઘટ્યો હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ, ભારત દ્વારા આયાત થતા ક્રૂડ ઓઇલમાં જુલાઈના મહિનાની મહિને દર મહિને લગભગ નવ ટકાનો અને વાર્ષિક આધારે ચાર ટકાનો ઘટાડો થયો હોવાનું જોવા મળી રહ્યું છે.