ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિકોલમાં જાહેરસભામાં દેશવાસીઓને સ્વદેશી ખરીદવાનો સંકલ્પ કરવા આહ્વાન કર્યુ હતું. તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે લોકોને અપીલ કરીકે, નવરાત્રી-દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ તહેવારો પણ આત્મનિર્ભરતાના ઉત્સવો બની રહેવા જોઈએ.સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદીને જીવનમંત્રી બનાવો. બધા નક્કી કરી લો કે, વિદેશી માલ નહીં વેચો. તમારી દુકાનના બહાર ગર્વ સાથે બોર્ડ લગાવો કે, અમારે ત્યાં સ્વદેશી વેચાય છે. નરેન્દ્ર મોદીએ એવી ખાતરી પણ આપી કે, જીએસટી રિફોર્મ થતાં આ વખતે દિવાળી પહેલાં જ વેપારી સહિત બધાય વર્ગને ખુશીઓની ભેટસોગાદ મળશે.