અત્યારે સમગ્ર વિશ્વમાં અમેરિકાના Tariff War નો ખોફ વ્યાપી ગયો છે. હવે અમેરિકાએ ભારત પર 50 % ટેરિફ પર લદાશે તેવું સત્તાવાર નોટિફિકેશ જાહેર કર્યુ છે. US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એક ડ્રાફ્ટ નોટિસ જારી કરીને આ અંગે માહિતી આપી છે. જેમાં ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 50 % ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે. વધેલો ટેરિફ 27 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ પહેલાથી જ ટેરિફ 25 % થી વધારીને 50 % કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાના આ નિર્ણયથી 87 અબજ ડોલરની નિકાસ પર અસર પડી શકે છે. કાપડ, રત્ન, આભૂષણ, ચામડા, રસાયણ ક્ષેત્રને અસર થશે જ્યારે સમુદ્રી ઉત્પાદન, ઓટો પાર્ટ્સના ક્ષેત્ર પ્રભાવિત થશે.