ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી. ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે પહેલી વાર કોઈ ભારતીય સિરીઝને TIFF માં દર્શાવવામાં આવી હતી.
આ વિશેષ અવસરે રેડ કાર્પેટ પર ટીમ હાજર રહી — સમીર નાયર (મેનેજિંગ ડિરેક્ટર, એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ), નિર્દેશક હંસલ મહેતા, અભિનેતા પ્રતીક ગાંધી, ટૉમ ફેલ્ટન, કબીર બેદી, ભામિની ઓઝા અને સંગીતકાર એ.આર. રહમાન. આ ભારતની વાર્તાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો ગૌરવભર્યો ક્ષણ રહ્યો.
સમીર નાયરે કહ્યું, “મહાત્મા બનતા પહેલા તેઓ મોહન હતા મહત્ત્વાકાંક્ષી, માણસ તરીકે ભૂલો કરતા અને ક્યારેક સંકોચ અનુભવતા. તેમનું જીવન કિસ્મત અને નિર્ણયોનું મિશ્રણ છે. એ છે ‘અમારો’ ગાંધી, દરેક માટેની એક કહાની.”
ફેસ્ટિવલ દરમિયાન ‘ગાંધી’ના બે એપિસોડ દર્શાવવામાં આવ્યા. આ એપિસોડ્સે દર્શકોને એ યુવાન ગાંધીથી પરિચિત કરાવ્યા, જેમણે નિષ્ફળતાઓ, ગૂંચવણો અને આત્મ શોધનો સમય જોયો હતો. આ પાસાં તેમને આજની પેઢી માટે વધુ નજીકના બનાવે છે.
મજબૂત કહાની, શાનદાર કલાકાર મંડળી અને ઓસ્કાર વિજેતા એ.આર. રહમાનના સંગીત સાથે ‘ગાંધી’એ TIFF માં ઊંડો પ્રભાવ છોડી દીધો અને આગળની સફરની શાનદાર શરૂઆત કરી.