ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. અત્યાર સુધી સરેરાશ 34.72 ઈંચ સાથે સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે. સિઝનનો 100 ટકા વરસાદ ગયા વર્ષની સરખામણીએ 10 દિવસ વિલંબથી થયો છે. ગયા વર્ષે 26 ઓગસ્ટના જ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થતાં ખેડૂતોએ રાહત અનુભવી છે.