દિલ્હી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો. કારણ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળીને રાજીનામું આપી દીધી છું. આ પહેલા ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલે મંગળવારે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર તમામ ધારાસભ્યો સહમત થયા હતા. આ પછી નવા સીએમ માટે આતિશીના નામની જાહેરાત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરે દારૂ નીતિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કેજરીવાલે 15 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હવે જનતાએ નક્કી કરવું જોઈએ કે હું ઈમાનદાર છું કે બેઈમાન. જો જનતા એ ડાઘ ધોઈ નાખશે અને વિધાનસભાની ચૂંટણી જીતશે તો હું ફરીથી ખુરશી પર બેસીશ.