ગુજરાતમાં કોરોનાનાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજકીય નેતાઓ પણ કોરોનાના કહેરથી બચી નથી શક્યા. બે દિવસ પહેલા AMCના પૂર્વ નેતા વિપક્ષ અને કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે માહિતી મળી છે કે, બદરૂદ્દીન શેખની તબિયત લથડી છે. જેથી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યુ છે કે, બદરૂદ્દીન શેખને હાલમાં શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. જણાવી દઈએ કે, ખેડાવાલા બાદ બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ બદરૂદ્દીન શેખને SVP હોસ્પિટલમા દાખલ કરાયા હતા જોકે હવે તેમને વેન્ટિલેટર પર રખાયા છે. બદરુદિનની તબિયતને લઇ ડોકટરો દ્વારા સારવાર વધારાઈ છે.