બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ ચૂંટણી પંચે હાથ ધરેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 'એસઆઈઆર'નો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે. આ અભિયાન હેઠળ તેમને ૭.૨૩ કરોડ મતદારોના ફોર્મ મળ્યા છે. બિહારની નવી સંભવિત મતદાર યાદીમાંથી ૬૧ લાખ લોકોના નામ કપાવાની શક્યતા છે તેમ ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું. બીજીબાજુ એસઆઈઆર અંગે વિપક્ષ ઉગ્ર વિરોધ વચ્ચે હવે ચૂંટણી પંચે બિહાર પછી આખા દેશમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનર્નિરીક્ષણ (એસઆઈઆર)ની તૈયારી શરૂ કરી છે.