વિધાર્થીઓમાં શિક્ષણનું સ્તર વધારવા અને પૈસાના અભાવે કોઈ પણ વિદ્યાર્થી (Student) સારા અને યોગ્ય શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે, 2009 માં RTE કાયદો લાગુરહ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદા હેઠળ, બધી ખાનગી શાળાઓને તેમની શાળાઓમાં RTE વિદ્યાર્થીઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું ફરજિયાત છે.આપને જણાવી દઈએ આ પહેલા પણ શાળાઓમાં આવા વિદ્યાર્થીઓ સાથે અન્યાયના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, પરંતુ દેવગઢબારિયામાં આવેલી રત્નદીપ સ્કૂલે બધી હદો વટાવી દીધી છે. એવું જાણવા મળ્યું છે કે આ શાળા RTE વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી હતી. આવા એક કે બે નહીં, પરંતુ 80 થી વધુ વિદ્યાર્થીઓ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોતે સ્વીકાર્યું છે કે આ શાળાએ RTE કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.