ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, કારણ કે હાલ એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું જણાવ્યું છે, જેના કારણે રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યા સુધી માટે 11 જિલ્લામાં યલો એલર્ટ અને 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાક ગુજરાત માટે ભારે રહેશે. આ ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.