રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાની સરકારી શાળાનો એક ભાગ ધરાશયી થતાં સાત બાળકોનાં મોત થયા છે અને ૨૮ ઘાયલ થયા છે. ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ઘટના સવારે શાળામા પ્રાર્થના સમયે સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પિપલોદી સરકારી શાળાના ધો. ૬ અને ૭ના વર્ગખંડો ધરાશયી થતાં ૩૫ બાળકો દટાઇ ગયા હતાં.