ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સંસદમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે (26 જુલાઇ) ગુજરાત પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે રાહુલ ગાંધી વડોદરાના જીતોડિયા ગામમાં સહકારી દૂધ ઉત્પાદકો અને સહકારી સમુદાયના નેતાઓ સાથે બેઠક યોજશે. આ મુલાકાતમાં દૂધ ઉત્પાદકોની સમસ્યાઓ, સ્થાનિક સહકારી સમિતિઓની સ્થિતિ અને ખેડૂતોના હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.