Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં કોંગ્રેસે ઉઠાવેલાં મુદ્દા બાદ સમગ્ર ગુજરાતમાં સરકારી નોકરી ઈચ્છુક યુવાનોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પોતાના હકની લડાઈ માટે આજે (બુધવારે ) હજારોની સંખ્યામાં વિધાર્થીઓ ગાંધીનગર ખાતે એકઠા થઈ રહ્યા છે. એકઠાં થવાનાં વાયરલ મેસેજ અંગે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સોશિયલ મીડિયમા આ અંગેનાં મેસેજ પણ વાઈરલ થયા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 4 ડિસેમ્બર મહારેલી-મહાસંગ્રામ, ભીખ નહીં પણ હક લેવા આવીએ છીએ. સોશિયલ મીડિયામાં આ પ્રકારનાં મેસેજ વાઈરલ થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. અને ગાંધીનગરમાં પ્રવેશવાનાં માર્ગો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તો સુરત સહિતનાં વિવિધ વિસ્તારોમાંથી યુવાનો ટ્રેન અને બસ મારફતે અમદાવાદ અને ગાંધીનગર આવી રહ્યા છે.

પોલીસ ગાંધીનગર પહોંચેલાં વિદ્યાર્થીઓની અટકાયત કરી રહી છે. તો સાથે જ ગાંધીનગર આવવાનાં રસ્તાઓ ઉપર બેરિકેડ્સ ગોઠવી દીધા છે. જેના કારણે વિરોધ કરવા પહોંચી રહેલાં વિદ્યાર્થીઓને રોકી શકાય. રસ્તા પર ઉતરી આવેલાં વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસ શક્ય તેટલાં તમામ પ્રયાસો કરી રહી છે.

સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરી રહેલાં યુવાનોને પોલીસે ભગાડ્યા હતા. ખાખી અને લાઠીનાં ડરને કારણે વિદ્યાર્થીઓને દોડવા મજબૂર થવું પડ્યું હતું. શું ગુજરાતમાં શાંતિથી વિરોધ કરી રહેલાં યુવાનો સામે આ દમન કેટલું યોગ્ય ગણાય. શું સરકાર ખાલી હાથે આવેલાં યુવાનોથી એવી તે કેવી ફફડી ઉઠી કે તેઓને પોલીસે દોડાવવા મજબૂર કરી દીધી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ