ગુજરાતમાં ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઈ હતી. ત્યારે શનિવારે (12મી જુલાઈ) ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.