મધ્યપ્રદેશની સરકાર પર દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે મંગળવારે દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરવા મુદ્દે બેઠકમાં ચર્ચાં થઇ હતી. નોંધનીય છે કે 26 માર્ચે 17 રાજ્યોની 55 બેઠકો પર ચૂંટણી થવાની છે. ત્યારે આજરોજ ભાજપ દ્વારા MP સિવાયના રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે.