Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપ જે કહે છે તે કરે છે તેમના ચૂંટણી વચનો ઠાલા વાયદા નથી.  જે કહેવું તે  કરવું એ ભાજપની રિતી અને કાર્યપદ્ધતિ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ ગાથા જણાવી હતી.  નોંધનીય છે કે  સંકલ્પ પત્ર બનાવવા માટે  વિવિધ સ્થળોએ  ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ બનાવવામાં આવી હતી. જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી શકે.  નોંધનીય છે કે 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સંકલ્પ પત્ર માટે ગુજરાતમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સંકલ્પ પત્ર માટે ગ્રામ પંચાયતથી માંડીને મહાનગર પાલિકા સુધી સૂચન પેટી મૂકવામાં આવી હતી. તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ લોકોના સૂચન લેવામાં આવ્યા હતા.

ભાજપે  ખેડૂતોથી  માંડીને આરોગ્ય, માળખાગત સુવિધાઓને આપ્યું પ્રાધાન્ય
10,000 કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ સિંચાઈ સુવિધાઓનું વિસ્તરણ25,000 કરોડના ખર્ચે ગુજરાતના સમગ્ર સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરીશું

દેશના પહેલા પરિક્રમા પથનું નિર્માણ

સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો પથ સાઉથ ઈસ્ટર્ન હાઈ-વે (1,630 કિ.મી.)

સિવિલ એવિએશનમાં No.1 બનશે ગુજરાત – સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરીશું

રૂ. 80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરુ કરીશું

લાભાર્થીઓને તેમના ખાતામાં સીધી સહાય- દેશમાં 100% DBT હેઠળ તમામ સરકારી યોજનાઓને આવરી લેનારું ગુજરાતને પ્રથમ રાજ્ય બનાવીશું પોલીસ ફોર્સનું આધુનિકીકરણ- રૂ 1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સને સશક્ત  કરવામાં આવશે .

FDI ક્ષેત્રે No.1નું સ્થાન- ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી વાળું રાજ્ય બનાવવાનો સંકલ્પ આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લાવીશું

ડિફેન્સ અને એવિએશન મેન્યુફેક્ચરિંગ હબ -ગુજરાતના ધોલેરામાં દેશનો પ્રથમ એવિએશન પાર્ક વડોદરામાં એરક્રાફ્ટ પ્રોડક્શન યુનિટ બનશે.

મેટ્રો પ્રોજેકટને વેગ અને સુરતમાં મેટ્રો પ્રોજેક્ટને વેગ આપીશું, રાજકોટ અને વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરીશું

ગૌશાળા અપગ્રેડ કરવા માટે ₹500 કરોડની ફાળવણી

સી ફૂડ પાર્કનું નિર્માણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં

આરોગ્ય સેવામાં વધારો 

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરીશું
રૂ 110 કરોડના ભંડોળ સાથે ‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોનોસ્ટિક સ્કીમ’ શરૂ   કરવાનો વાયદો
10,000 કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ
વિદ્યાર્થીઓ અને યુવાનો માટે એજ્યુકેશનથી માંડીને  સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટકચરના નિર્માણનો વાયદો

મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરશે.
આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો
IITના તર્જ પર 4 ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરીશું
વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીશું
ગુજરાત ઑલિમ્પિક મિશન થશે શરૂ
નાગરિકોને મળશે  પાકા ઘર 

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવો લક્ષ્યાંક
ફેમિલી કાર્ડ યોજનાના માધ્યમથી દરેક પરિવારને તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે
શ્રમિકોને રૂ. 2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરવાનો વાયદો
યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની  ભલામણનો સંપૂર્ણ અમલ

‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ’ કમિટી ભલામણનો સંપૂર્ણપણે અમલ કરવાનો વાયદો
દેશવિરોધી પ્રવૃત્તિઓને દૂર કરીશું
‘એન્ટિ રેડિકલાઈઝેશન સેલ બનાવવાનો વાયદો
અસામાજિક તત્વો દ્વારા મિલકતોને થયેલા નુક્શાનની વસૂલાત

ગુજરાત રિકવરી ઑફ ડેમેજિસ ટુ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટીઝ એક્ટ’ લાગુ કરીશું
ગુજરાત લિંક કોરિડોર્સ’નો વિકાસ 

પૂર્વ-પશ્ચિમ કોરિડોર: દાહોદથી પોરબંદર (611 કિ.મી.)
ઉત્તર-દક્ષિણ કોરિડોર: પાલનપુરથી વલસાડ (558 કિ.મી.)
નેશનલ હાઈ-વેની કનેક્ટિવિટી  વધારવી
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડ  વિકસાવવી
ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન’ હેઠળ ₹25,000 કરોડનો  ખર્ચ

મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે ₹1,000 કરોડની ફાળવણીનો  વાયદો

પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો  વાયદો

આદિવાસી  ક્ષેત્રના વિકાસ માટે વનબંધુ કલ્યાણ  યોજનાનો વિસ્તાર  

આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ

અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ અંતર્ગત 4-6 લેન હાઈ-વે, જંગલ આધારિત ઈન્ડસ્ટ્રીમાં રોજગારની તકો અને આદિવાસી સાંસ્કૃતિક સર્કિટ (પાલ દઢવાવ – સ્ટેચ્યૂ ઑફ યુનિટી – શબરી ધામ)નું નિર્માણ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ