16મી માર્ચથી શરૂ થઈ રહેલા મધ્યપ્રદેશના વિધાનસભા સત્રમાં કોંગ્રેસની કમલનાથ સરકારને પાડવા માટે ભાજપ ફ્લોર ટેસ્ટની માગ કરી શકે છે. કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં પ્રવેશ કર્યો છે અને તેમના સમર્થનમાં 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે ત્યારે કમલનાથ સરકાર માટે બહુમત પુરવાર કરવાનો પડકાર રહેલો છે.
ભાજપના મધ્યપ્રદેશના વિધાનસભાના મુખ્ય દંડક નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર અલ્પમતમાં આવી ગઈ છે જેને પગલે અમે રાજ્યપાલ તેમજ વિધાનસભા સ્પીકરને રજૂઆત કરીને 16 માર્ચના ફ્લોર ટેસ્ટની માગ કરીશું.