Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણી 2019 પર તમામ દિગ્ગજ રાજકીય પાર્ટીઓ પાસે કેટલું ભંડોળ છે તેણે કેટલી રકમ ખર્ચ કરી તે દર્શાવવું જરૂરી છે. તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કઈ પાર્ટી પાસે કેટલું ભંડોળ છે તે દર્શાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આ રિપોર્ટ અનુસાર બેન્ક બેલેન્સના મામલે બસપા (બહુજન સમાજ પાર્ટી) સૌથી અમીર પાર્ટી છે, જ્યારે ભાજપ આ યાદીમાં 5માં સ્થાન પર છે.

બેન્ક બેલેન્સના મામલે માયાવતીની બહુજન સમાજ પાર્ટી બસપા બાકી તમામ રાષ્ટ્રીય અને ગ્રામીણ પાર્ટીઓથી આગળ નીકળી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, આ જાણકારી અધિકારિક રેકોર્ડથી સામે આવી છે. બસપા તરફથી 25મી ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને આપવામાં આવેલ જાણકારી અનુસાર NCRની સરકારી બેન્કોમાં રહેલ 8 ખાતાઓમાં 669 કરોડની ડિપોઝિટ રહેલી છે.

2014 લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ ન મેળવી શકનાર બસપાની પાસે 95.54 લાખ રૂપિયા કેશ છે. તો બીજી બાજુ તેની સાથે ગઠબંધન કરી ચૂકેલી તેની સહયોગી પાર્ટી સપા (સમાજવાદી પાર્ટી) આ મામલે બીજા સ્થાન પર છે. તેની પાસે અલગ અલગ બેન્કોમાં 471 કરોડ રૂપિયા થાપણ પડી છે. જણાવી દઈએ કે, સપા પાર્ટીની કેશ ડિપોઝિટ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં હાલમાં થયેલ ચૂંટણી દરમિયાન 11 કરોડ રૂપિયા ઘટી ગયા છે.

મહત્વનું છે કે, કોંગ્રેસ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે અને તેની પાસે 196 કરોડ રૂપિયાનું બેન્ક બેલેન્સ છે. જો કે, આ જાણકારી ગયા વર્ષે 2 નવેમ્બરે ચૂંટણી આયોગને આપવામાં આવેલી જાણકારી પર આધારિત છે. પરંતુ પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત બાદ પોતાનું બેલેન્સ કેટલું છે તે અપડેટ કર્યુ નથી.

જણાવી દઈએ કે, BJP આ યાદીમાં ક્ષેત્રીય પાર્ટીઓથી પણ પાછળ છે અને TDP (તેલગુ દેશમ પાર્ટી) પછી પાંચમાં સ્થાન પર છે. BJP પાસે 82 કરોડનું બેન્ક બેલેન્સ છે, જ્યારે TDPની પાસે 107 કરોડ રૂપિયા છે. મહત્વનું છે કે, BJPનો દાવો છે કે તેણે 2017-18માં કમાયેલ 1027 કરોડમાંથી 758 કરોડનો ખર્ચ થયો છે. જે અત્યાર સુધીની તમામ પાર્ટીઓના ખર્ચ કરતા વધારે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ