બુલંદશહરમાં ગૌહત્યાની શંકાસ્પદ ઘટના બનતાં શહેર ભડકે બળી રહ્યું છે. હિંસક ટોળાં અને પોલીસ વચ્ચે સર્જાયેલી ઝપાઝપીમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમારસિંહને માથે ગંભીર ઈજા પહોંચતાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ સ્યાના પોલીસ મથક ખાતે ફરજ બજાવી રહ્યા હતા. ટોળાંના આક્રોશનો ભોગ બનેલા એક યુવાનનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હિંસાનાં તાંડવમાં સંખ્યાબંધ પોલીસ જવાન અને દેખાવકારો પણ ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસનું કહેવું છે કે કેટલાક જમણેરી સંગઠનો સ્થાનિકો સાથે મળીને ગૌહત્યા સામે વિરોધ નોંધાવી રહ્યા હતા. તે ટોળું હિંસક બન્યું હતું અને ચિંગરાવલી ગામે આતંક મચાવ્યો હતો.