Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના કટોકટી અને લોકડાઉનના સંકટથી પીડિત ઉદ્યોગ, વેપારીઓને સરકારે જીએસટી રિટર્ન મામલે આજે મોટી રાહત આપતી જાહેરાત કરી છે. જેમાં જીએસટી રિટર્ન પાત્ર વાર્ષિક ટર્નઓવરની મર્યાદા વધારીને બમણી કરવામાં આવી છે. આજે નાણાંપ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યુ કે, વાર્ષિક રૂ.40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગો-વેપારીઓને જીએસટી રિટર્નમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પૂર્વે જીએસટી રિટર્નમાંથી મૂક્તિ માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા રૂ.20 લાખ હતી. આ ઉપરાંત રૂ. 1.5 કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગો કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે અને માત્ર એક ટકા જ ટેક્સ ચૂકવી શકે છે. 

નાણાં મંત્રાલયે કરેલા ટ્વિટમાં એ પણ માહિતી આપી હતી કે, બાંધકામ ક્ષેત્ર, તેમાંય ખાસ કરીને હાઉસિંગ સેક્ટરને મોટી રાહત આપવામાં આવી છે અને આ સેક્ટરને 5 ટકાના ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવ્યો છે. 

નાણાં મંત્રાલયે ટ્વિટમાં જણાવ્યુ છે કે, એક વખત જીએસટી લાગુ થયા બાદ મોટી સંખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓને એક કરપ્રણાલી હેઠળ આવરી લેવામાં આવી છે. હવે 28 ટકાના જીએસટી સ્લેબમાં મોટાભાગે મોંઘી અને લક્ઝુરીયલ આઇટમ્સ જ રહી છે. 28 ટકાના જીએસટી સ્લેબમાં રહેલી 230માંથી 200 ચીજવસ્તુઓને ઓછા જીએસટી સ્ટેબલમાં ખસેડવામાં આવી છે.

નાણાં મંત્રાલયે જણાવ્યુ કે, દેશમાં નવી કરપ્રણાલી જીએસટીના અમલીકરણ બાદ કરદાતાઓની સંખ્યામાં વૃદ્ધિ થઇ છે. દેશમાં જીએસટી લાગુ કરાયુ ત્યારે કરદાતાઓની સંખ્યા 65 લાખ હતી જે હાલ વધીને 1.24 કરોડે પહોંચી ગઇ છે. નોંધનિય છે કે, દેશમાં 1લી જુલાઇ 2017માં નવી કરપ્રણાલી જીએસટી લાગુ કરવામાં આવી છે. આ નવી કરવ્યવસ્થા હેઠળ અત્યાર સુધીમાં 50 કરોડ જીએસટી રિટર્ન ફાઇલ થયા છે અને 131 કરોડ ઇ-વે બીલ જનરેટ કરવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ