જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની (PAHALGAM TERROR ATTACK) ઘટના બાદથી ભારતીય સેના (INDIAN ARMY) દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન પૂંછ (POONCH) માં આતંકી ઠેકાણાનો પર્દાફાશ થયો છે. સર્ચ કાર્યવાહીમાં સેનાના જવાનોએ સુરણકોટના જંગલમાંથી 5 આઇઇડી વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્ચા છે. વિસ્ફોટકોને ટિફિન બોક્સમાં મુકી રાખવામાં આવ્યા હતા. જો કે, આતંકીઓના મનસુબા પાર પડે તે પહેલા જ ભારતીય સેના હથિયાર અને વિસ્ફોટકો સુધી પહોંચી ગઇ છે. આ સાથે જ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની આશંકાએ તપાસ તેજ કરી દેવામાં આવી છે.