કેરળ બાદ પંજાબે નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધનો પ્રસ્તાવ આજે (શુક્રવારે) વિધાનસભામાં પાસ કર્યો. પંજાબ સરકારના મંત્રી બ્રહ્મ મોહિન્દ્રા એ વિધાનસભા સત્રના બીજા દિવસે CAA વિરુદ્ધનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને વાંચતા તેમણે કહ્યું, 'સંસદ તરફથી પાસ કરવામાં આવેલા CAA દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા અને તેના કારણે લોકોમાં ભારે ગુસ્સો અને સામાજિક અશાંતિ પેદા થઇ છે.'