Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
 • અમદાવાદમાં ગુજરાત યુનિ.ની નજીક અને સીજી રોડથી થોડેક આઘે એક વસ્તી આવેલી છે જે હોલિવુડ તરીકે પણ ઓળખાય છે. આમ તો તે ગુલબાઇ ટેકરા તરીકે વધારે પ્રચલિત છે. જ્યાં ભગવાન ગણેશજી અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ તૈયાર થાય છે. શું છે આ વસ્તીનો ઇતિહાસ ચાલો જાણીએ...

  અમદાવાદના ગુલબાઈ ટેકરા નો ઇતિહાસ:-
  એક ધનાઢય પારસી મહિલા સ્વારૂપવાન હોવાથી તેને આ વિસ્તાર ના મારવાડી કારીગરો ગુલાબી બાઈ તરીકે ઓળખાતા હતા.જેઓ આ જમીન ને કારીગરો ને કાર્ય કરવા માટે બે આરસ એટલે કે પહેલાના જમાના માં આઠ પૈસા ના માસિક ભાડા પેટે આપી હતી. તે પારસી બહેન ના લગ્ન પછી તેને આ કારીગરો ને આ જમીન લગ્ન ની વિદાય ની ભેટ રૂપે આ કારીગરો શિલ્પીઓના દરેક કુટુંબ ને ભેટ રૂપે આપી દીધી હતી. આમ આ ગુલાબી સ્વારૂપવાન મહિલા ના નામ સાથે આ વિસ્તાર ને જોડી ને આ શિલ્પી કલાકારો એ તેની યાદ માટે ગુલબાઈ ટેકરા વિસ્તાર નું નામ આપ્યું. જે પૌરાણિક કાળ ની પરંપરા રૂપે રાજા મહારાજ કે શેઠ દાતાના નામથી વિસ્તારના કે પરા ના નામથી ઓળખાતા હતા. આજે ગુલબાઈ ટેકરા વિસ્તાર ના લોકો અને તેનો ઇતિહાસ જાણવા માટે કોઈ ને રસ નહિ હોય .પણ ચોક્કસ મારા ઘણા વિદેશી ફોટોગ્રાફર આ વિસ્તારને હોલિવુડ વિસ્તાર તરીકે પણ ઓળખે છે.ત્યાંની મહિલાઓ અને યુવતીઓ ની આંખ માં એક હોલીવુડ ની હિરોઇન જેવી વિશેષ ચમક છે . અને તેઓ હોલીવુડ હિરોઇનની સ્ટાઇલ માં ફોટો શૂટ મોડેલિંગ જેવું જ પણ કરી શકે છે. આપમાં થી ઘણા લોકો ને ખ્યાલ જ નહીં હોય કે સી. એન. વિદ્યાલય ફાઈન આર્ટસ ના સ્કેચ ડ્રોઈંગ વિષય ના સ્ટુડન્ટ કનોરિયા આર્ટ સેન્ટર ના અને સ્કૂલ ઓફ આર્કિટેક્ટ કે એન. આઈ. ડી. ના સ્ટુડન્ટ ને લાઈવ મોડેલ તરીકે આજે પણ ફક્ત હોલીવુડ એરિયાની યુવતીઓને જ સામે બેસાડી ને સ્કેચ કરતા શીખે છે.

  આ વાત તો થઈ હવે ગણપતિ મહોત્સવ ની મૂર્તિઓ ના શિલ્પકાર નો ઇતિહાસ. અમદાવાદ માં છપનિયા દુકાળ વખતે આ કોમ હિજરત કરી ને અહીં વસી હતી.ઘણા બધા આગ્રા મારવાડ રાજસ્થાન ની આવી ને અહીં વસ્યા જે ગુલબાઈ ટેકરા માં અહીં પહેલા મારવાડી કારીગરો પથ્થરની કે માર્બલ ની મૂર્તિઓ નું નિર્માણ કરતા હતા પણ સમય ની માંગ અને કલા કૌશલ્ય ની પરંગતતા ના અભાવ થકી તેઓ ને ગુજરાન માટે સ્ત્રીઓ સુતર ના દોરડા બનાવતા અને અન્ય શણ દોરડા બનાવતા હતા .ત્યાર બાદ એક કારીગર એ સમયે લોકમાન્ય ટિળક ની ગણેશ મહોત્સવ ઉજવવાની હાકલ દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં સ્વીકારવામાં આવી .અને તે સમયે શિવાજીના સમયથી શરૂ થયેલો ગણપતિ મહોત્સવ પુનઃ સંચારીત થઈ ગયો અને ગુજરાત માં શિવાજી ના રાજ્યો માં સુરત અને વડોદરામાં મરાઠી લોકો નું અસ્તિત્વ હતું .આથી તેઓ પણ ગણેશ મહોત્સવ માટે મૂર્તિઓ બનાવી ને હિન્દૂ એકત્રીકરણ ની ચળવળ માં સહયોગ આપતા હતા. આથી સુરત માં આ કારીગર મોનાભાઈ ધનાભાઈ સતરાણી એ ગણેશ જી ની પ્લાસ્ટર ઓફ પેરિસ ની મુર્તી બનાવવાની શરૂઆત કરી . અને તેઓ થોડા વર્ષ બાદ અમદાવાદ માં ગુલબાઈ ટેકરા વિસ્તાર માં આવી ને આ પ્લાસ્ટર ઓફ પેરિસ ની મૂર્તિને બનાવી ને શરૂઆત કરી દુર્ગા પૂજા,ગણેશ ચોથ, જન્માષ્ટમી વગેરે તહેવારો માં આવી વિસર્જન યોગ્ય મૂર્તિઓ નું નિર્માણ કાર્ય ચાલુ કર્યું . અને આ કળા ને તેઓએ આ વિસ્તાર ચાલી ની કોમના લોકો યુવાનો સ્ત્રીઓ અને પુરૂષો ને સુશિક્ષિત કરી ને કલા ને વ્યસાઈક સ્વારૂપ આપ્યું. આજે અમદાવાદ ના ગુલબાઈ ટેકરા ના વિસ્તાર ને કલા સમગ્ર દેશ અને વિદેશ સુધી પહોંચાડવા માં કારીગરનો સહયોગ છે પણ કલા એટલે કે સરસ્વાતિ હોય ત્યાં લક્ષ્મી ના હોય તેવી દયનય પરિસ્થિતિ આ કારીગર કે કલાગુરુની આજે હાલમાં છે. આશા છે કે કોઈ સરકારી કે અન્ય સહાય તેને મદદ રૂપ થાય તો તેમનો બેડો પાર થાય. (તેજ ગુજરાતના સૌજન્યથી)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ