કોરોના વાયરસ મહામારીથી ઉત્પન્ન ગંભીર પરિસ્થિતિઓની વચ્ચે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ રવિવારે 11 અલગ-અલગ ઉચ્ચસ્તરીય સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ સ્વાસ્થ્ય સેવાઓમાં સુધાર, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી અને 21 દિવસનું લોકડાઉન સમાપ્ત થયા બાદ લોકોની મુશ્કેલીઓને જેટલી શક્ય હોય તેટલી વહેલી તકે દૂર કરવા માટે ભલામણો કરશે.
આ 11 સશક્ત સમિતિઓમાંથી 9ના અધ્યક્ષ સચિવ સ્તરના અધિકારી હશે. જ્યારે એકની અધ્યક્ષતા નીતિ આયોગના સભ્ય અને એકની અધ્યક્ષતા નીતિ આયોગના CEO કરશે.