મુંબઈમાં ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ, મોસ્ટ વોન્ટેડ ગ્લોબલ ટેરરિસ્ટ અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એવા આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદની બુધવારે પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે પંજાબ પ્રાંતમાંથી ધરપકડ કરી હતી. તેની ધરપકડ આતંકી ફન્ડિંગના કેસમાં કરવામાં આવી છે.
હાફિઝ સઇદ સામે આતંકી ફંડિંગના અનેક કેસ પેન્ડિંગ છે અને તે બુધવારે લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને એન્ટિ-ટેરરિઝમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેને જ્યુડિશિયલ રિમાન્ડ પર લાહોરની હાઇ સિક્યુરિટી કોટ લખપત જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન આર્થિક રીતે પડી ભાંગ્યું છે અને તેથી દુનિયાને ભ્રમમાં રાખવા માટે આ કાર્યવાહી કરે છે.