આવકવેરા વિભાગે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં સંડોવાયેલા રતુલ પુરીના રૂ. ૨૫૪ કરોડના બેનામી શેર્સ જપ્ત કર્યા છે. રતુલ પુરી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ છે. રતુલને આ શેર્સ ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના એક શકમંદ પાસેથી બોગસ કંપનીઓ દ્વારા મળ્યા હોવાનું મનાય છે. આવકવેરા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બેનામી પ્રોપટી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ આ શેર જપ્ત કરવામાં આવ્યા છે. આ માટેના પૈસા તેના પિતા દીપક પુરીની કંપની મોઝર બેર ગ્રૂપની કંપની ઓપ્ટિમા ઇન્ફ્રાસ્ટ્રકચરને એફડીઆઈ રોકાણ સ્વરૂપે મળ્યા હતા. આ એક બોગસ કંપની છે જેનું સંચાલન દુબઈમાં રાજીવ સક્સેના દ્વારા કરાતું હતું. આઇટી દ્વારા એપ્રિલમાં રતુલ પુરી અને દીપક પુરીની ઓફિસો અને નિવાસે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આ બેનામી સોદાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ઈડી હાલ ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં રતુલ પુરીની પૂછપરછ કરી રહી છે. ઈડીએ રતુલ પુરીને પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે લઘુશંકાને બહાને તે ઈડીની ઓફિસમાંથી ફરાર થઈ ગયો હતો. તેની સામે ફરી પકડ વોરંટ બહાર પાડવા ઈડીએ વિચાર્યું છે.