Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાંકરિયામાં રવિવારે એક ગોજારા અકસ્માતમાં ડિસ્કવરી રાઇડ તૂટી પડી હતી. જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા અને ૩0થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા હવે આ દુર્ઘટના બાદ ચોંકવનારી વિગતો બહાર આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ રાઇડના જોઇન્ટમાં 6 દિવસ પહેલાં જ ખામી જણાઈ હતી પરંતુ મેઇન્ટેનન્સના નામે આંખ આડા કાન કરાયા હોવાના કારણે આ ગોજારી દુર્ઘટના ઘટી હતી. આ મામલે પોલીસે રાઇડના સંચાલક, ઓપરેટર અને મેનેજર સામે કાંકરિયા પાર્કના મેનેજર ચિરાગ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ રાઇડ એસેમ્બલ્ડ હતી તેથી તેનો વીમો પણ મળ્યો નહોતો. વધુમાં જર્મન પાર્ટ્સની આ રાઇડનું વજન 90થી 100 ટન હતું. નિયમ મુજબ દર સોમવારે આ રાઇડનું ઇન્સ્પેક્શન કરી અને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. ગત સોમવારે જ રાઇડને ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

રાઇડ તૂટી પડવાના મામલે પોલીસે ડાયરેકટર ઘનશ્યામ પટેલ અને તેનો પુત્ર  ભાવેશ પટેલ, મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્ર પટેલ તથા કિશન મહંતી, હેલ્પર મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે, આરોપીઓ સામે IPC 304 (મનુષ્યવધ) અને 114 (ઘટના વખતે એક કરતા વધુ લોકો હાજર હોય) કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જણાવી દઈએ કે આ કેસમાં કાંકરિયા પાર્કના આસી. મેનેજર ચિરાગ પટેલ ફરિયાદી બન્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ