તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે હોટેલમાં રોકાયેલ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ લોખંડના પાઇપો સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. આ મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈ માથાકૂટ થઈ હતી. જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતનાઓએ નુકશાન કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે 8 લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.