અમરેલી જિલ્લાના ચલાલામાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. ભાજપ શાસિત ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ અચાનક પોતાના પદેથી રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે.
તેમણે જિલ્લા કલેકટર સમક્ષ પોતાનું લેખિત રાજીનામું સુપરત કર્યું છે. રાજીનામા પાછળનું કારણ દર્શાવતા તેમણે જણાવ્યું કે, 'કૌટુંબિક કામકાજને લીધે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી શકતા નથી.' જોકે, આ કારણને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.