કોરોનાને કારણે સરકારે આખા દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરતા દેશભરમાં હવાનાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશમાં દિલ્હી સહિત ૯૦ શહેરોની હવા ચોખ્ખી થઈ છે અને દેશવાસીઓ ચોખ્ખી હવા લેવાનો આનંદ માણી રહ્યા છે. વાયુ પ્રદૂષણમાં થયેલા ઘટાડાને પર્યાવરણવાદીઓએ આવકાર આપ્યો છે અને પર્યાવરણની જાળવણી સામે કરાતા આંખ આડા કાન અંગે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો છે. દેશભરમાં ટ્રાફિકની અવરજવરમાં મોટો ઘટાડો થયો છે પરિણામે કાર્બન ઉત્સર્જન પણ ઘટયું છે અને વાયુ પ્રદૂષણની સમસ્યા હળવી બની છે.