ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 69 પર પહોંચી છે. આજે કુલ 6 કેસ નોંધાયા છે જેમાંથી એકલા ભાવનગરમાંથી જ નવા 5 કેસ નોંધાયા હતા અને તેમાંથી એકનું મોત થયુ છે. જ્યારે અમદાવાદમાં એક નવો કેસ નોંધાયો છે. 69માંથી 6નું મોત થયુ છે. બચેલા 63 લોકમાંથી 2 જણા સાજા થયા છે. જણાવી દઈએ કે, ગઈકાલે મોડી રાત્રે ભાવનગર ગ્રામ્યમાં 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે અગાઉ પણ કોરોના વાયરસના કારણે ભાવનગરમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું.