દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAP નેતાઓની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક મુખ્યમંત્રીના આવાસ પર યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ઉપરાતં આતિશી, એનડી ગુપ્તા, ગોપાલ રાય સામેલ થયા હતા.
આ બેઠકના અંતે આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં હાલના 46 ધારાસભ્યોને પુન: ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 15 જૂના ધારાસભ્યોનું પત્તુ કપાયું છે. આ ઉપરાંત 6 બેઠકો પર નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
આ યાદી પ્રમાણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પર, સોમનાથ ભારતી માલવિયા નગર બેઠક પરથી જ્યારે મનિષ સિસોદિયા પતપરગંજ બેઠક પરથી ચૂંટણી લડશે.