આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના 11 ફેબ્રુઆરીએ જાહેર થયેલા પરિણામમાં આપનો 62 બેઠકો પર પ્રચંડ વિજય થયો હતો. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા ભવ્ય શપથવિધિ સમારોહમાં લેફ્ટનન્ટ ગર્વનર અનિલ બૈજલે કેજરીવાલ તેમજ મનિષ સિસોદિયા, ગોપાલ રાય, કૈલાશ ગહેલોત, ઈમરાન હુસૈન સહિતના કેબિનેટ મંત્રીઓએ પદ તેમજ ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યા છે.