દુનિયાના ધનકુબેરોની યાદી જાહેર કરતા અમેરિકાના અગ્રણી મેગેઝિન TIME એ પહેલી વખત દુનિયાના 100 દાનવીરોની યાદી જાહેર કરી છે. ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણી 2024 માં રૂ. 407 કરોડના દાન સાથે દેશના સૌથી મોટા દાતા તરીકે ઊભરી આવ્યા છે. આ યાદીમાં વીપ્રોના ભૂતપૂર્વ ચેરમેન અઝીમ પ્રેમજી અને ઝીરોધાના સહ-સ્થાપક નિખિલ કામથનો સમાવેશ કરાયો છે.
ટાઈમ મેગેઝીનના જણાવ્યા મુજબ સમાજને સૌથી વધુ જરૂર હતી ત્યારે દુનિયાના આ દાનવીરો, સંસ્થાઓ અને નોન-પ્રોફિટ સંસ્થાઓએ ઉદાર હાથે દાન કર્યું છે. દુનિયાના 100 દાનવીરોની યાદીને ચાર અલગ અલગ કેટેગરી ટાઈટન્સ, લીડર્સ, ટ્રેલબ્લેઝર્સ અને ઈનોવેટર્સમાં વિભાજિત કરી છે.