ISRO ચિફ વી. નારાયણન (V. Narayanan) એ ભારતના પ્રથમ માનવરહિત મિશન Gaganyaan-G1 વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ભારતનું પહેલું માનવરહિત મિશન Gaganyaan-G1 આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં ગગનયાન-G1 ની સાથે વ્યોમમિત્ર (Vyommitra) પણ ઉડાન ભરશે. આ મિશનનો ઉદ્દેશ્ય ભારતની માનવરહિત અવકાશ મિશન ક્ષમતા દર્શાવવાનો છે.