દિલ્હીમાં રખડતાં કૂતરાઓને શેલ્ટર હોમમાં પૂરવાના આદેશનો સખત વિરોધ થયાં બાદ અંતે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા કૂતરાઓને છોડવાનો આદેશ આપ્યો છે. માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. તેમજ ખસીકરણ કરીને કૂતરાઓને છોડી મૂકવામાં આવશે.