મહારાષ્ટ્રમાં ફરી એકવાર મરાઠા અનામતનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. મરાઠા સમુદાયના અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા કાર્યકર્તા મનોજ જરાંગેએ આજે (રવિવારે) એક મોટી જાહેરાત કરી છે. બીડ જિલ્લાના મંજરસુમ્બામાં આયોજિત એક સભાને સંબોધતા જરાંગેએ રાજ્યભરના મરાઠા સમુદાયના લોકોને 27 ઓગસ્ટના રોજ 'ચલો મુંબઈ' કૂચમાં જોડાવા અપીલ કરી. તેમણે તેને સમુદાયની 'આખરી લડાઈ' ગણાવી.