ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ ટ્રેનને આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજસ ટ્રેન દોડશે અને 6.30 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોચાડશે. તેજસ એક્સપ્રેસની બેઠક ક્ષમતા 736 પેસેન્જરની છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.સામાન્ય જનતા 19 જાન્યુઆરીથી મુસાફરી કરી શકશે. તેજસ એક્સપ્રેસના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રેલ્વેને સમયાનુકુલ માંગ મુજબ પરંપરાગત ઢાંચામાંથી બહાર લાવી 360 ડિગ્રી પરિવર્તનની પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે.
વડાપ્રધાન ભારતીય રેલવેને ગ્લોબલ ટ્રાન્સપોર્ટ મેપ પર આગળ લઈ જવા માટે સંકલ્પબધ્ધ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ભારતે તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી ગતિ હાંસલ કરી છે. વડાપ્રધાને રેલવેના વિકાસને ભારતના વિકાસની સાથે જોડ્યો છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સ્પર્ધાત્મક યુગમાં જે શ્રેષ્ઠ હોય તે જ સ્પર્ધામાં રહી શકે છે, એ અહેમિયત પારખીને ભારતીય રેલ્વેને વિશ્વકક્ષાની આધુનિક અને PPP મોડમાં વિકસીત કરવાની શરૂઆત આવી તેજસ એકસપ્રેસ ટ્રેનથી થઇ છે.
તેમણે પશ્ચિમ ભારતમાં પ્રથમ તેજસ એકસપ્રેસ ટ્રેન મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થવાથી ગુજરાતને આ ગૌરવ મળ્યું છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
તેજસ ટ્રેનની ખાસિયત
– અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે તેજસ એક્સપ્રેસ
– 736 પેસેન્જરની ક્ષમતા
– અઠવાડિયામાં 6 દિવસ ચાલશે ટ્રેન
– પેસેન્જરને મફતમાં 25 લાખનો વીમો અપાશે
– એક્ઝિક્યુટીવ કોચની તમામ 56 બેઠક LEDથી સજ્જ, પેસેન્જર ફિલ્મ અને વીડિયો જોઇ શકશે
– ટ્રેનમાં બોર્ડ શોપિંગની પણ સેવા ઉપલબ્ધ
– 5 મિનિટ પહેલા ટિકિટ બુક કરાવી શકાશે
– અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ટ્રેન ઉપડશે અને બપોરે 1.10 વાગ્યે મુંબઇ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશને પહોચશે
– મુંબઇથી બપોરે 3.40 વાગ્યે ટ્રેન પરત ફરશે અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોચશે
– તેજસમાં અતિ આધુનિક બાથરૂમની પણ સુવિધા
– ટ્રેનમાં સ્મોક એરિયા અને એલાર્મ સિસ્ટમ પણ રાખવામાં આવી છે