બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોને હાઉસ અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. તેમના પર 2022ની ચૂંટણીમાં હાર્યા પછી પણ પદ પર રહેવા માટે કથિત રીતે બળવો કરવાની કાવતરું ઘડવાનો આરોપ છે. મીડિયા અહેવાલ અનુસાર, બોલસોનારો પર દેશમાં બળવાનો પ્રયાસ કરવાના ગંભીર આરોપો છે. અમેરિકાએ સુપ્રીમ કોર્ટના આ આદેશની નિંદા કરી છે. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે.