હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર 40 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. ભાજપ સરકારમાં તેને સતત પેરોલ અને ફર્લો મળી રહ્યા છે. સરકાર હંમેશા કહે છે કે, 'ગુરમીત રામ રહીમને જેલ મેન્યુઅલ મુજબ રજા મળે છે.' જો કે, વર્ષ 2025માં તેને ત્રીજી વખત જેલમાંથી બહાર આવવાની મંજૂરી આપાઈ છે. અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં 21-21 દિવસનો ફર્લો આપવામાં આવ્યો હતો. વર્ષ 2017થી 2025 સુધીમાં ગુરમીત રામ રહીમ 14મી વખત પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે.