લાલ કિલ્લામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કડક સુરક્ષા તૈયારીઓમાં ભૂલો બદલ 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના પર લાલ કિલ્લાની સુરક્ષામાં બેદરકારીનો આરોપ છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓ ઉત્તર જિલ્લામાં તૈનાત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ દિવસોમાં સ્પેશિયલ સેલ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા લાલ કિલ્લાની કડક સુરક્ષા વ્યવસ્થાનું ‘પરીક્ષણ’ કરવા માટે ‘નકલી આતંકવાદીઓ’ મોકલવામાં આવી રહ્યા છે.