Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી. જે પાંચેય બેઠકોના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવ્યા છે.
પોરબંદર વિધાનસભા બેઠક પર પાંચમા રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 33,400 મત મળ્યા છે, મોઢવાડિયાની સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને 3900 મત મળ્યા છે, આમ ભાજપના ઉમેદવાર મોઢવાડિયા 29 હજાર 400 કરતા વધારે મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 25,500 મત તો કોંગ્રેસ ઉમેદાવર મહેન્દ્ર પરમારને 12,990 મત મળ્યાં છે. ભાજપ 11,500 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ